SBI bharti 2025 : ગુજરાત સહિત દેશભરમાં સરકારી બેંકમાં નોકરી માટે મોટી તક

By
On:

SBI bharti 2025 : અંતર્ગત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા સર્કલ આધારિત અધિકારી (CBO) પદ માટે 2600 જગ્યાઓ માટે ભરતી જાહેરાત કરવામાં આવી છે. બેંકમાં સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ એક મોટો અવસર છે. SBI CBO ભરતી હેઠળ દેશના અનેક રાજ્યોમાં ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે, જેમાં ગુજરાત માટે ખાસ કરીને 240 જગ્યાઓ નક્કી કરવામાં આવી છે.

SBI bharti 2025 માટે પોસ્ટની વિગતો અને જગ્યાઓ

આ ભરતી અંતર્ગત SBI દ્વારા કુલ 2600 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. તેમાં ગુજરાત માટે 240, ઉત્તર પ્રદેશ માટે 280, મહારાષ્ટ્ર માટે 250, કર્ણાટક માટે 250, રાજસ્થાન માટે 200, મધ્ય પ્રદેશ માટે 200, તેલંગાણા માટે 230, તમિલનાડુ માટે 120 અને અન્ય ઘણા રાજ્યોમાં પણ જગ્યા ઉપલબ્ધ છે. આ તમામ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે અને તેની છેલ્લી તારીખ 29 મે 2025 છે.

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

SBI CBO પદ માટે અરજી કરવા માંગતા ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતક ડિગ્રી હોવી ફરજિયાત છે. મેડિસિન, એન્જિનિયરિંગ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે કોસ્ટ એકાઉન્ટન્સી જેવી વ્યાવસાયિક ડિગ્રી ધરાવતા ઉમેદવારો પણ પાત્ર ગણાશે. વય મર્યાદાની વાત કરીએ તો 1 મે 1995 થી 30 એપ્રિલ 2004 વચ્ચે જન્મેલા ઉમેદવારો અરજી માટે યોગ્ય ગણાશે, એટલે કે ઉમેદવારની ઉંમર 21 થી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

અરજી ફી અને પસંદગી પ્રક્રિયા

SBI ભરતી 2025 માટે જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી ₹750 રાખવામાં આવી છે. જ્યારે SC, ST અને PwBD કેટેગરીના ઉમેદવારો માટે કોઈ પણ ફી લાગુ પડતી નથી. પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન ટેસ્ટ, સ્ક્રીનિંગ, ઇન્ટરવ્યૂ અને સ્થાનિક ભાષાની કસોટી શામેલ છે. ઉમેદવારોએ દરેક તબક્કો સફળતાપૂર્વક પાર કરવો જરૂરી રહેશે.

SBI ભરતી 2025 માટે કેવી રીતે અરજી કરવી ?

SBI CBO પદ માટે અરજી કરવા માટે ઉમેદવારોને SBI ની સત્તાવાર વેબસાઈટ https://sbi.co.in પર જવું પડશે. હોમપેજ પર “Careers” વિભાગમાં જઈને CBO પોસ્ટ માટેની લિંક ક્લિક કરવી. ત્યારબાદ નામ, મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડીથી રજિસ્ટ્રેશન કરવું. ત્યારબાદ શૈક્ષણિક વિગતો, ફોટો અને સહી સહિતના દસ્તાવેજો અપલોડ કરીને અરજી ફી ચૂકવી અને ફોર્મ સબમિટ કરવું.

ભરતી માટે નું નોટીફીકેસન

SBI ભરતી 2025 યુવાનો માટે સરકારી બેંકિંગ ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા માટે એક સુવર્ણ તક સાબિત થઇ શકે છે. લાયક ઉમેદવારો માટે આ ભરતી ન માત્ર નોકરીનો મોકો આપે છે પણ એક સ્થિર અને પ્રતિષ્ઠિત કારકિર્દીની શરૂઆત પણ બની શકે છે.

Join Our WhatsApp Channel

Leave a Comment