8th Pay Commission: કયાંરથી લાગુ પડશે નવું પગારધોરણ!, જાણો સંપૂર્ણ માહિતી.

By
On:

8th Pay Commission: હવે 2026 નહીં, 2028થી લાગુ પડશે નવું પગારધોરણ! સરકાર દ્વારા 16 જાન્યુઆરી 2025ના રોજ 8th Pay Commissionની રચનાને મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ અત્યાર સુધી તેની ઔપચારિક રચના પણ થઈ નથી. હજુ અધ્યક્ષ કે સભ્યોની નિમણૂક પણ થયેલી નથી અને Terms of Reference (ToR) પણ નક્કી કરાયેલ નથી. આ કારણે 1 જાન્યુઆરી 2026થી નવું પગારધોરણ લાગુ થવાની સંભાવના હવે ઘણી ઓછી રહી છે.

સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આ સમાચાર નિરાશાજનક છે. દેશભરના 1.2 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો આ પગાર પંચની રાહ જોઈ રહ્યા છે. લગભગ છ મહિના વીતી ગયા હોવા છતાં હજુ સુધી કોઈ પ્રગતિ જોવા મળતી નથી. જેથી હવે નવું પગારપંચ 2028 સુધીમાં જ લાગુ થઈ શકે તેમ લાગે છે.

અગાઉના પગાર પંચોની વાત કરીએ તો, 6ઠ્ઠું પગાર પંચ 2006માં રચાયું હતું અને તેણે 2008માં રિપોર્ટ આપ્યો હતો. તેને 1 જાન્યુઆરી 2006થી પાછલી તારીખથી લાગુ કરવામાં આવ્યો હતો. બીજી બાજુ, 7મું પગાર પંચ 2014માં રચાયું અને 2015માં રિપોર્ટ આપ્યો. તેને 1 જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવ્યું. બંને પંચોને રિપોર્ટ તૈયાર કરવા અને લાગુ કરવામાં સરેરાશ 2 વર્ષથી વધુનો સમય લાગ્યો હતો.

હવે જો 8th Pay Commissionની રચના 2025ના અંત સુધી થાય તો તેનો રિપોર્ટ 2027 કે 2028માં આવી શકે છે. ત્યાર બાદ તેને લાગુ કરવામાં પણ સરકારને 6 થી 8 મહિના લાગી શકે છે. એટલે કે, વાસ્તવમાં આ પગારપંચ 2028માં જ અમલમાં આવી શકે છે. ભલે સરકાર તેને 1 જાન્યુઆરી 2026થી લાગુ ગણાવે, પણ ફાયદો 2028થી જ મળી શકે છે.

કર્મચારીઓની કેટલીક મહત્વની માંગણીઓ પણ સામે આવી છે. જેમ કે, 5 સભ્યોના પરિવાર આધારે ન્યૂનતમ પગાર નક્કી કરવો, જુદા-જુદા પગાર લેવલ્સને મર્જ કરવો, દર 5 વર્ષે પેન્શનની સમીક્ષા કરવી અને 50% મોંઘવારી ભથ્થું મૂળ પગારમાં જોડવું.

ફિટમેન્ટ ફેક્ટર વધવાથી કેટલો પગાર વધશે?

8th Pay Commission લાગુ થતા સૌથી મોટી અસર કર્મચારીઓના પગારધોરણ પર થશે. ખાસ કરીને ફિટમેન્ટ ફેક્ટર એટલે કે વર્તમાન બેઝિક પગારમાં કેટલી ગુણાકાર વૃદ્ધિ કરવામાં આવશે તે મહત્વપૂર્ણ છે. હાલમાં 7મા પગાર પંચ પ્રમાણે ફિટમેન્ટ ફેક્ટર 2.57x છે, જેનું અર્થ છે કે કર્મચારીઓનો મૂળ પગાર 2.57થી ગુણ્યા છે. હવે જો 8મા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 2.86x થાય છે, તો હાલનો ₹18,000 બેઝિક પગાર સીધો ₹51,480 જેટલો થઈ શકે છે. એટલે કે સરેરાશ એક મધ્યમ વર્ગના કેન્દ્રીય કર્મચારીનો પગાર લગભગ 2.5 ગણો વધે તેવી શક્યતા છે. હકીકતમાં સરકારની જાહેરાત પછી જ ચોક્કસ આંકડો મળશે, પણ અત્યાર સુધીના અંદાજ એ દર્શાવે છે કે નવો પગાર ધરમ નોંધપાત્ર વધારો લાવશે. ઉપર જણાવેલ માહિતી ફક્ત ઉદાહરણ તરીકે લેવામાં આવી છે આ ફક્ત માહિતી સમજવા માટે જ ઉલ્લેખ કરવામાં આવે છે

પેન્શનર્સને શું મળશે?

8th Pay Commission ફક્ત કાર્યરત કર્મચારીઓ માટે જ નહીં, પરંતુ પેન્શનધારકો માટે પણ મહત્વપૂર્ણ છે. પેન્શનર્સ માટે ઘણી માંગણીઓ છે જેમ કે દર પાંચ વર્ષે પેન્શનની સમીક્ષા કરવામાં આવે, 50% મોંઘવારી ભથ્થા (DA)ને બેઝિક પેન્શનમાં જોડવામાં આવે અને ન્યૂ પેન્શન સ્કીમ (NPS) હેઠળ વધુ લાભ આપવામાં આવે. જો આ માંગો સ્વીકારવામાં આવે તો પેન્શનર્સને પણ મોટા પાયે નાણાકીય લાભ થઈ શકે છે. ઉપરાંત, જો સરકાર 1 જાન્યુઆરી 2026થી આ નવું પગારધોરણ લાગુ કરે છે તો જૂની તારીખથી બાકી રકમ (Arrears) પણ ચૂકવવી પડશે. જેથી પેન્શન ધારકોને એકમાટે મોટી રકમ મળી શકે છે. આ માહિતી બધી પોસીબીલીટી સાથે લખવામાં આવી છે આવું થઈ પણ શકે છે અને સરકાર નવા નિયમ પણ લાવી શકે છે આ વિશેનો છેલ્લો નિર્ણય જે તે વિભાગ નો રહેશે

8th Pay Commission રિપોર્ટ ક્યારે આવશે?

હાલમાં 8th Pay Commission અંગે સરકારી સ્તરે માત્ર મંજૂરી અપાઈ છે, પણ તેની ઔપચારિક રચના થઈ નથી. 16 જાન્યુઆરી 2025ના રોજ આ પગાર પંચની મંજૂરી આપવામાં આવી હતી, પણ આજદિન સુધી ન તો અધ્યક્ષની નિમણૂક થઈ છે, ન તો સભ્યોની અને ન તો Terms of Reference (ToR) નક્કી થયા છે. અગાઉના પગાર પંચોની પ્રક્રિયા જોવી હોય તો સરેરાશ 2 થી 2.5 વર્ષનો સમય લાગતો જોવા મળ્યો છે. તેથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જો પંચ 2025ના અંતમાં રચાય, તો તેનો રિપોર્ટ 2027 સુધી આવી શકે છે અને અમલમાં 2028માં આવી શકે છે.

Join Our WhatsApp Channel

Leave a Comment