Ration Card E-KYC :ભારત સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે ઇ-કેવાયસી (E-KYC) પ્રક્રિયા ફરજિયાત બનાવવામાં આવી છે. જો તમે તમારા રેશન કાર્ડની ઇ-કેવાયસી (Ration Card E-KYC) પ્રક્રિયા પૂર્ણ નહીં કરો છો, તો 15 ફેબ્રુઆરી, 2024 થી તમને મફત રેશન મળવાનું બંધ થઈ જશે. આ નવા નિયમ અનુસાર, દરેક રેશન કાર્ડ ધારકે તેમના રેશન કાર્ડની ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. આ પ્રક્રિયા ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે.
રેશન કાર્ડ ઇ-કેવાયસી (Ration Card E-KYC) કેમ છે જરૂરી?
રેશન કાર્ડ ઇ-કેવાયસી (E-KYC) પ્રક્રિયાનો મુખ્ય હેતુ રેશન કાર્ડ ધારકોની વિગતોને અપડેટ અને ચકાસણી કરવાનો છે. આ પ્રક્રિયા દ્વારા ખોટા રેશન કાર્ડ અને ગેરકાયદેસર રીતે રેશન મેળવવાની ઘટનાઓ પર અંકુશ મૂકવામાં આવશે. સાથે જ, ખરેખર જરૂરતમંદ લોકોને રેશન મળી રહે તેની ખાતરી કરવામાં આવશે.
રેશન કાર્ડ ઇ-કેવાયસી (Ration Card E-KYC) કરવાની પ્રક્રિયા:
- ઓનલાઈન પદ્ધતિ:
- Google Play Store માંથી my Ration app ડાઉનલોડ કરો.
- રેશનકાર્ડ ધારકનો મોબાઇલ નંબર દાખલ કરો અને ઓટીપી દાખલ કરીને વેરીફાઈ કરો.
- પ્રોફાઈલમાં જઈને પાસવર્ડ સેટ કરો અને રેશનકાર્ડ સાથે લિંક કરો.
- હોમ પેજ પર જાઓ અને આધાર E KYC ઓપ્શન પસંદ કરો.
- એક નવી વિન્ડો ખુલશે જેમાં આધાર ફેસ રીડર એપ્લિકેશનની લિંક મળશે. Google Play Store માંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
- ચેકબોક્સ પર ક્લિક કરો અને કાર્ડની વિગતો મેળવો.
- નવી વિન્ડો ખુલશે, જેમાં કોડ દાખલ કરો. પછી રેશનકાર્ડ અને તેના સભ્યોની વિગત દર્શાવશે.
- એક નાનું વિન્ડો ખૂલી જશે, જેમાં દર્શાવશે કે E KYC થયેલું છે કે નહીં.
- જે નામ સામે “NO” દેખાય, તે નામને E KYC માટે પસંદ કરો.
- નવી વિન્ડો ખૂલી જશે, ત્યાં ચેકબોક્સ પર ક્લિક કરીને OTP જનરેટ કરો અને વેરીફાઈ કરો.
- આધાર ફેસ રીડર એપ્લિકેશન ઓપન થશે, જે વ્યક્તિનું વેરીફાઈ કરવાનું છે તેની સેલ્ફી લો. આ સેલ્ફી લીલી સીમાની અંદર હોવી જોઈએ (આંખ ખૂલી રાખવી જરૂરી છે).
- ગ્રીન લાઈન થઈ ગયા બાદ, E KYC સફળતાપૂર્વક થશે અને તમે સબમિટ પર ક્લિક કરો.
- હવે, તમને “સક્સેસફુલ મેસેજ” મળશે.
- આ રીતે, તમારું રેશનકાર્ડ E KYC સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે.
- ઓફલાઈન પદ્ધતિ:
- જો તમે ઓનલાઈન પદ્ધતિ દ્વારા ઇ-કેવાયસી (E-KYC) ન કરી શકો છો, તો તમે તમારા નજીકના રેશન ડિપો અથવા સેવા કેન્દ્ર પર જઈને આ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.
- તમારા રેશન કાર્ડ અને આધાર કાર્ડની નકલ સાથે જરૂરી દસ્તાવેજો લઈ જાઓ.
- કેન્દ્ર પર ઉપલબ્ધ અધિકારી તમને આ પ્રક્રિયામાં મદદ કરશે.
મહત્વપૂર્ણ સૂચનાઓ:
- રેશન કાર્ડ ઇ-કેવાયસી (Ration Card E-KYC) પ્રક્રિયા મફત છે. કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થા તમારી પાસેથી આ પ્રક્રિયા માટે પૈસા માંગે છે, તો તરત જ સંબંધિત અધિકારીઓને જાણ કરો.
- જો તમે આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરો છો, તો 15 ફેબ્રુઆરી, 2024 થી તમને મફત રેશન મળવાનું બંધ થઈ સકે છે
મહત્વપૂર્ણ લીંક
My Ration APp | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |