Central Bank of India Recruitment 2025 : સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ક્લેરિકલ કેડર (Customer Service Associate) હેઠળ સ્પોર્ટ્સ કોટા દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો 21 ફેબ્રુઆરી 2025 થી 08 માર્ચ 2025 સુધી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ www.centralbankofindia.co.in પરથી ઓનલાઈન અરજી કરી શકે છે.
Central Bank of India Recruitment 2025 Overview
આ ભરતી હેઠળ કુલ 5 જગ્યાઓ ઉપલબ્ધ છે, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમનાર ખેલાડીઓ માટે છે. પસંદગી પ્રક્રિયા ખેલ કૌશલ્ય અને લેખિત પરીક્ષા પર આધારિત રહેશે. નિર્ધારિત વય મર્યાદા 20 થી 28 વર્ષ છે, જેમાં અનામત વર્ગ માટે સરકારના નિયમો અનુસાર ઉંમર છૂટછાટ ઉપલબ્ધ છે.
અરજી શરુ થવાની તારીખ: 21 ફેબ્રુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખ: 08 માર્ચ 2025
લેખિત પરીક્ષા (અનુમાનિત): માર્ચ/એપ્રિલ 2025
લેખિત પરીક્ષાનું પરિણામ: એપ્રિલ 2025
Central Bank of India Recruitment 2025 Eligibility Criteria
શૈક્ષણિક લાયકાત:
- કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક (Graduation) ડિગ્રી.
- કમ્પ્યુટર જ્ઞાન હોવું જરૂરી. (કમ્પ્યુટર ઓપરેશન/IT માં સર્ટિફિકેટ/Diploma/Degree કે હાઈસ્કૂલ/કોલેજમાં વિષય તરીકે અભ્યાસ કરેલો હોવો જોઈએ).
ઉંમર મર્યાદા (31 માર્ચ 2025ના આધારે):
- જનરલ: 20 થી 28 વર્ષ
- OBC: 3 વર્ષ છૂટછાટ (મહત્તમ 31 વર્ષ)
- SC/ST: 5 વર્ષ છૂટછાટ (મહત્તમ 33 વર્ષ)
- PwBD: 10 વર્ષ છૂટછાટ
Central Bank of India Recruitment 2025 Sports Criteria
- રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્ય કે દેશનું પ્રતિનિધિત્વ કરેલું હોવું જોઈએ.
- યુનિવર્સિટી ઈન્ટર-યુનિવર્સિટી ટૂર્નામેન્ટમાં ભાગ લીધેલ હોવું જોઈએ.
- ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ, નેશનલ ગેમ્સ, અથવા SGFI (School Games Federation of India) માં મેડલ જીતેલા ખેલાડીઓને પ્રાથમિકતા મળશે.
- પાત્રતા સમયગાળો: 01 એપ્રિલ 2022 થી 31 જાન્યુઆરી 2025 દરમિયાન મેળવેલી સફળતાઓ માન્ય રહેશે.
Central Bank of India Recruitment 2025 Application Fee
કેટેગરી | ફી |
---|---|
SC/ST/PwBD | ₹100/- (GST સાથે) |
UR/OBC/EWS | ₹750/- (GST સાથે) |
Central Bank of India Recruitment Selection Process
- Sport Proficiency Test (50 ગુણ)
- આંતરરાષ્ટ્રીય રમતોમાં ભાગ લીધેલા ઉમેદવારને 50 ગુણ.
- રાજ્ય અને નેશનલ ગેમ્સ માટે 30-45 ગુણ.
- યુનિવર્સિટી અને સ્કૂલ ગેમ્સ માટે 25-40 ગુણ.
- Online Written Test (50 ગુણ)
- લેખિત પરીક્ષા 60 મિનિટની રહેશે.
- વિષય:
- અંગ્રેજી (15 ગુણ)
- કમ્પ્યુટર જ્ઞાન (15 ગુણ)
- સામાન્ય રમતજ્ઞાન (20 ગુણ)
- Merit List & Final Selection
- સ્પોર્ટ્સ પ્રોફિસિયન્સી અને લેખિત પરીક્ષા આધારે ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર થશે.
- ટાઈની પરિસ્થિતિમાં યુવાન ઉમેદવારને પ્રાથમિકતા મળશે.
Central Bank of India Recruitment 2025 Salary & Benefits
- પ્રારંભિક પગાર: ₹24,050 – ₹64,480 (Bipartite Settlement મુજબ).
- વધારાના ભથ્થાં: DA, HRA, CCA, મેડિકલ, ગ્રેચ્યુઈટી, પેન્શન સ્કીમ, હોમ લોન, સ્ટાફ ઓવરડ્રાફ્ટ વગેરે લાભ ઉપલબ્ધ રહેશે.
Central Bank of India Recruitment How to Apply
- જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છે કે નહીં ત્યારબાદ જ અરજી કરવા ઉમેદવાર મિત્રોને મારી નમ્ર વિનંતી છે
- www.centralbankofindia.co.in ની મુલાકાત લો.
- સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ કારકુની કેડર માટે ભરતી લિંક પર ક્લિક કરો.
- માન્ય ઇમેઇલ આઈડી અને મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને નોંધણી કરાવો.
- જરૂરી વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- અરજી ફી ઓનલાઈન ચૂકવો અને અરજી સબમિટ કરો.
- ભવિષ્યના સંદર્ભ માટે અરજની પીડીએફ સાચવી લો અથવા તેની પ્રિન્ટ સાચવી લો તેથી તમે ભવિષ્યમાં ઉપયોગમાં આવે.