AMC Recruitment 2025 : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગમાં ભરતી જાહેરાત

By
On:

AMC Recruitment 2025 :અમદાવાદ શહેરમાં નોકરીની તક શોધી રહેલા ઉમેદવારો માટે ખુબ જ સારો મોકો આવ્યો છે. AMC Recruitment 2025 અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગ હેઠળ વિવિધ પદો પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતી સંપૂર્ણ રીતે 11 માસના કરાર આધારિત છે અને રસ ધરાવતા ઉમેદવારો માટે વોક ઇન ઇન્ટરવ્યુ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

વિવિધ પદોની ખાલી જગ્યા

આ ભરતી નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) ગ્રાન્ટ હેઠળ મેટ્રોપોલિટન સર્વેલન્સ યુનિટ, અમદાવાદ માટે થાય છે. કુલ 5 ખાલી જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે. જેમાં નીચે મુજબ પદો સમાવિષ્ટ છે:

  • સિનિયર પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ – 1 જગ્યા
  • પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ – 1 જગ્યા
  • આસિસ્ટન્ટ પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ – 1 જગ્યા
  • માઇક્રોબાયોલોજિસ્ટ – 1 જગ્યા
  • ડેટા એનાલિસ્ટ – 1 જગ્યા

લાયકાત અને વય મર્યાદા

દરેક પદ માટે અલગ લાયકાત અને ઉંમરની મર્યાદા નક્કી કરવામાં આવી છે. મુખ્યત્વે MBBS અને MD/DNB જેવી ડિગ્રી ધરાવનારા ઉમેદવારો માટે છે. ડેટા એનાલિસ્ટ માટે કમ્પ્યુટર વિષયમાં અનુસ્નાતક ડિગ્રી જરૂરી છે.

  • સિનિયર પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ માટે મહત્તમ ઉંમર 60 વર્ષ
  • પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ – 50 વર્ષ
  • આસિસ્ટન્ટ પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ – 40 વર્ષ
  • માઇક્રોબાયોલોજિસ્ટ – 50 વર્ષ
  • ડેટા એનાલિસ્ટ – 45 વર્ષ

પગાર ધોરણ

આ પદો માટે પસંદ થનારા ઉમેદવારોને પ્રતિમાસ રૂ. 60,000 થી લઈને રૂ. 1,75,000 સુધીનો પગાર આપવામાં આવશે. દરેક પદ પ્રમાણે પગાર અલગ અલગ રાખવામાં આવ્યો છે. વધુ માહિતી માટે ઉમેદવારોને અધિકૃત નોટિફિકેશન જોવાની સલાહ આપવામાં આવે છે.

અરજી પ્રક્રિયા અને છેલ્લી તારીખ

આ ભરતી માટે ઑનલાઇન અરજી નહી ચાલે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનાં તમામ શૈક્ષણિક અને અનુભવ પ્રમાણપત્રોની નકલ સાથે અરજીપત્રક ભરવા જરૂરી છે. અરજી રૂબરૂ અથવા રજિસ્ટર્ડ એડી દ્વારા 7 જુલાઈ 2025 પહેલા નીચેના સરનામે મોકલવી રહેશે:

અરજી મોકલવાનું ઇન્ટરવ્યુ સ્થળ: સરનામું:
પ્રથમ માળ, આરોગ્ય અધિકારીની કચેરી, આરોગ્ય ભવન, જૂનું ટી.બી. હોસ્પિટલ કમ્પાઉન્ડ, જૂના એસ.ટી. બસ સ્ટેન્ડ સામે, અમદાવાદ – 22

વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ અને સ્થળ

  • 3 જુલાઈ 2025: પબ્લિક હેલ્થના તમામ પદો માટે ઈન્ટરવ્યુ
  • 7 જુલાઈ 2025: માત્ર ડેટા એનાલિસ્ટ માટે ઈન્ટરવ્યુ

ભરતી ની જાહેરાત

Join Our WhatsApp Channel

Leave a Comment