SSC Delhi Police Constable Executive Recruitment 2025 : સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા SSC Delhi Police Constable Executive Recruitment 2025 માટેની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી અંતર્ગત પુરુષ અને મહિલા બંને ઉમેદવારો માટે કુલ 7565 જગ્યાઓ ઉપલબ્ધ છે. જો તમે દિલ્હીની પોલીસ ફોર્સમાં જોડાઈને ગૌરવ સાથે સેવા આપવાની ઈચ્છા રાખો છો, તો આ તક ચૂકી જશો નહીં.
ભરતીની મુખ્ય માહિતી
આ ભરતી દિલ્હી પોલીસ દ્વારા SSC મારફતે કરવામાં આવી રહી છે. અરજી પ્રક્રિયા 22 સપ્ટેમ્બર 2025 થી શરૂ થઈ ગઈ છે અને તેની છેલ્લી તારીખ 31 ઑક્ટોબર 2025 (રાત્રે 11 વાગ્યા સુધી) છે. ઉમેદવારોને Pay Level-3 મુજબ ₹21,700 થી ₹69,100 સુધીનો પગાર મળશે, સાથે ડીએ, એચઆરએ અને મેડિકલ ભથ્થા જેવી સરકારી સુવિધાઓ પણ આપવામાં આવશે.
પદવિવાર ખાલી જગ્યાઓ
- Constable (Executive) – Male: 4408 જગ્યાઓ
- Constable (Executive) – Male Ex-Servicemen (Others): 285 જગ્યાઓ
- Constable (Executive) – Male Ex-Servicemen (Commando): 376 જગ્યાઓ
- Constable (Executive) – Female: 2496 જગ્યાઓ
કુલ જગ્યાઓ: 7565
લાયકાત અને ઉંમર મર્યાદા
ઉમેદવારોને કોઈ માન્ય બોર્ડમાંથી 12મી પાસ હોવું જરૂરી છે. દિલ્હી પોલીસના કર્મચારીઓના સંતાનો માટે લાયકાતમાં થોડો રાહત આપ્યો છે (11મી પાસ ચાલશે).
ઉંમર મર્યાદા: 18 થી 25 વર્ષ (1 જુલાઈ 2025 સુધી ગણતરી થશે).
- SC/ST ઉમેદવારોને 5 વર્ષ સુધીની રાહત
- OBC ઉમેદવારોને 3 વર્ષ સુધીની રાહત
- રમતગમત કોટા ઉમેદવારોને 5 થી 10 વર્ષની રાહત
- ભૂતપૂર્વ સૈનિકો માટે નિયમ મુજબ છૂટછાટ
અરજી ફી
- General/OBC/EWS: ₹100
- SC/ST/મહિલા/ભૂતપૂર્વ સૈનિકો: ફી મુક્ત
ફી માત્ર BHIM UPI, નેટ બેન્કિંગ, અથવા કાર્ડ પેમેન્ટ દ્વારા જ ભરવી રહેશે.
પગારની વિગતો
પદ મુજબ પગાર Pay Level–3 (₹21,700–₹69,100) રહેશે, સાથે સરકારી ભથ્થા (DA, HRA, મેડિકલ, પેન્શન વગેરે) પણ મળશે. આ Group ‘C’ની સરકારી નોકરી છે.
પસંદગી પ્રક્રિયા
SSC Delhi Police Constable Executive Recruitment 2025 માટે ઉમેદવારોને નીચેના તબક્કાઓમાંથી પસાર થવું પડશે:
- Computer-Based Test (CBE)
- 100 પ્રશ્નો, 100 ગુણ, 90 મિનિટનો સમય
- વિષયો: સામાન્ય જ્ઞાન (50), તાર્કિક વિચારશક્તિ (25), ગણિત (15), કોમ્પ્યુટર જ્ઞાન (10)
- નેગેટિવ માર્કિંગ: દરેક ખોટા જવાબ માટે -0.25 ગુણ
- Physical Endurance & Measurement Test (PEMT)
- ઉંમર, લિંગ અને કેટેગરી મુજબ ધોરણો અલગ છે
- પરીક્ષા ફક્ત દિલ્હીમાં લેવામાં આવશે
- દસ્તાવેજ ચકાસણી (Document Verification)
- મેડિકલ પરીક્ષણ (Medical Exam)
અંતિમ મેરિટ: CBT ગુણો પર આધારિત રહેશે.
શારીરિક ધોરણો
પુરુષ ઉમેદવારો માટે:
- ઉંચાઈ: 170 સે.મી.
- છાતી: 81–85 સે.મી.
- દોડ: 1600 મીટર – 6 મિનિટ
- લંગ જમ્પ: 14 ફૂટ
- હાઇ જમ્પ: 3’9”
મહિલા ઉમેદવારો માટે:
- ઉંચાઈ: 157 સે.મી.
- દોડ: 1600 મીટર – 8 મિનિટ
- લંગ જમ્પ: 10 ફૂટ
- હાઇ જમ્પ: 3 ફૂટ
કેવી રીતે અરજી કરવી
- SSCની સત્તાવાર વેબસાઇટ અથવા “my SSC” એપ ખોલો
- One-Time Registration (OTR) કરો
- ફોર્મમાં વ્યક્તિગત વિગતો ભરો અને પરીક્ષા કેન્દ્ર પસંદ કરો
- સાઇનચર (6cm x 2cm, 10–20 KB JPEG) અપલોડ કરો
- ફી ઑનલાઇન ભરો અને ફોર્મ સબમિટ કરો
- ફોર્મ અને રસીદનો પ્રિન્ટ લઈ લો
મહત્વપૂર્ણ તારીખો
- ઓનલાઈન અરજી શરૂ: 22 સપ્ટેમ્બર 2025
- છેલ્લી તારીખ: 31 ઑક્ટોબર 2025 (રાત્રે 11 વાગ્યા સુધી)
- પરીક્ષાની તારીખ: જલ્દી જાહેર થશે
મહત્વપૂર્ણ લિંક્સ:
- Notification: Click Here
- Apply Online: Click Here