નવી દિલ્હી: નાણા મંત્રી નિર્મલા સીતારામને 2025નું બજેટ રજૂ કરતા કરદાતાઓને મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. નવા આવકવેરા નિયમો મુજબ, વાર્ષિક રૂ. 12 લાખ સુધીની આવક ધરાવતા લોકો માટે હવે કોઈ ટેક્સ લાગુ નહીં થાય. આ પગલાંથી મધ્યમ વર્ગના લોકોના ટેક્સના ભારમાં ઘટાડો થશે અને તેમના ખર્ચ અને બચત વધશે.
નવા આવકવેરા સ્લેબ 2025-26: Income Tax Slab 2025
આવક શ્રેણી (રૂ. માં) | ટેક્સ દર (%) |
---|---|
0 – 4,00,000 | 0% |
4,00,001 – 8,00,000 | 5% |
8,00,001 – 12,00,000 | 10% |
12,00,001 – 16,00,000 | 15% |
16,00,001 – 20,00,000 | 20% |
20,00,001 – 24,00,000 | 25% |
24,00,001 થી વધુ | 30% |
આ નવા સ્લેબ મુજબ, રૂ. 8 લાખથી રૂ. 25 લાખની આવક ધરાવતા કરદાતાઓ રૂ. 30,000 થી રૂ. 1,10,000 સુધીનો ટેક્સ બચત કરી શકશે. વાર્ષિક રૂ. 12 લાખ આવક ધરાવતા લોકો રૂ. 80,000 સુધીનો ટેક્સ બચત કરી શકશે.
વૃદ્ધ નાગરિકો માટે વિશેષ રાહત:
- ટીડીએસ મર્યાદા વધારાઈ: વૃદ્ધ નાગરિકો માટે વ્યાજ પર ટીડીએસ મર્યાદા રૂ. 50,000 થી વધારીને રૂ. 1 લાખ કરવામાં આવી છે, જે બેંક FD પર વ્યાજ પર લાગુ થશે.
- ભાડા પર ટીડીએસ મર્યાદા વધારાઈ: ભાડા પર ટીડીએસ મર્યાદા રૂ. 2.40 લાખથી વધારીને રૂ. 6 લાખ પ્રતિ વર્ષ કરવામાં આવી છે, જેનાથી નાના પેમેન્ટ્સ પર ટીડીએસની જવાબદારી ઘટશે.
આ પગલાંઓથી કરદાતાઓને ટેક્સમાં રાહત મળશે અને દેશની આર્થિક વૃદ્ધિમાં વધારો થશે.