GPSC STI Recruitment 2025 : ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા State Tax Inspector (STI), Class-3 માટે GPSC STI Recruitment 2025 અંતર્ગત નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી દ્વારા કુલ 323 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક માનવામાં આવે છે.
મુખ્ય માહિતી – GPSC STI Recruitment 2025
આ ભરતી Advt. No. 27/2025-26 હેઠળ પ્રકાશિત કરવામાં આવી છે. GPSC દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના મુજબ ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 3 ઑક્ટોબર 2025 થી શરૂ થઈ ગઈ છે અને 17 ઑક્ટોબર 2025 સુધી ચાલુ રહેશે. ઉમેદવારોને અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપવામાં આવે છે.
ભરતીની વિગત:
- સંસ્થા: Gujarat Public Service Commission (GPSC)
- પોસ્ટનું નામ: State Tax Inspector (STI), Class-3
- કુલ જગ્યાઓ: 323
- કામનું સ્થાન: ગુજરાત
- અરજી કરવાની રીત: Online
- અરજી શરૂ થવાની તારીખ: 03/10/2025
- અરજી કરવાની છેલ્લી તારીખ: 17/10/2025
શૈક્ષણિક લાયકાત
ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક (Bachelor’s Degree) હોવું આવશ્યક છે. કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએટ ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે.
વય મર્યાદા
ઉમેદવારની વય 20 વર્ષથી ઓછું નહીં અને 35 વર્ષથી વધુ નહીં હોવી જોઈએ. સરકારના નિયમો મુજબ આરક્ષિત વર્ગોને વયમાં છૂટછાટ આપવામાં આવશે. વયની ગણતરી અરજીની છેલ્લી તારીખ મુજબ કરવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
GPSC STI Recruitment 2025 માટે ઉમેદવારોની પસંદગી ત્રણ તબક્કામાં કરવામાં આવશે:
- પ્રાથમિક પરીક્ષા (Preliminary Exam): Multiple choice પ્રશ્નો પર આધારિત સ્ક્રીનિંગ ટેસ્ટ.
- મુખ્ય પરીક્ષા (Mains Exam): વર્ણનાત્મક પ્રકારની લેખિત પરીક્ષા.
- દસ્તાવેજ ચકાસણી (Document Verification): અંતિમ પસંદગી માટે જરૂરી દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે.
પગાર ધોરણ
પસંદગી પામેલા ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી રૂ.49,600/- ફિક્સ પગાર મળશે. ત્યારબાદ, સંતોષકારક સેવા પછી પગાર રૂ.39,900 થી રૂ.1,26,600/- સુધી 7મા પગાર પંચ પ્રમાણે મળશે.
કેવી રીતે અરજી કરવી
ઉમેદવારોએ અરજી કરવા માટે GPSCની સત્તાવાર વેબસાઈટ gpsc-ojas.gujarat.gov.in પર જઈ “Apply Online” વિભાગમાં જવું. ત્યારબાદ “STI Advertisement 2025” પસંદ કરી ઓનલાઈન ફોર્મ ભરવું.
- વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો સાચી રીતે દાખલ કરો.
- જરૂરી દસ્તાવેજો, ફોટો અને સહી અપલોડ કરો.
- ફી ભર્યા બાદ અરજી સબમિટ કરો અને તેનો પ્રિન્ટ રાખો.
મહત્વ ની તારીખો
- ઓનલાઈન અરજી શરૂ: 03 ઑક્ટોબર 2025 (બપોરે 1:00 વાગ્યાથી)
- અરજી કરવાની છેલ્લી તારીખ: 17 ઑક્ટોબર 2025 (બપોરે 1:00 વાગ્યા સુધી)
મહત્વ ની કડીઓ
સત્તાવાર વેબસાઈટ | gpsc.gujarat.gov.in |
સત્તાવાર જાહેરાત | Click Here |
અરજી કરવા માટે | Click Here |
આ લેખમાં આપેલી માહિતી Gujarat Public Service Commission (GPSC)ની સત્તાવાર જાહેરાત અને વિવિધ વિશ્વસનીય સ્ત્રોતો પરથી લેવામાં આવી છે. ભરતી સંબંધિત કોઈપણ ફેરફાર કે અપડેટ માટે ઉમેદવારોએ હંમેશા GPSCની સત્તાવાર વેબસાઈટ તપાસવી જરૂરી છે.