BEL Probationary Engineer Recruitment 2025 : ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL), જે રક્ષા મંત્રાલય હેઠળનું નવરત્ન પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ છે, તેણે Probationary Engineer Recruitment 2025 માટે અધિકૃત નોટિફિકેશન જાહેર કર્યું છે. આ ભરતી અંતર્ગત કુલ 340 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, જેમાં ઇલેક્ટ્રોનિક્સ, મેકેનિકલ, કમ્પ્યુટર સાયન્સ અને ઇલેક્ટ્રિકલ શાખાના ઉમેદવારો અરજી કરી શકે છે.
BEL Probationary Engineer Recruitment 2025
- સંસ્થા: ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)
- પદનું નામ: Probationary Engineer (E-II Grade)
- જાહેરાત નંબર: 17556/HR/All-India/2025/2
- કુલ જગ્યાઓ: 340
- જોબ લોકેશન: ભારતભરમાં BEL ની વિવિધ યુનિટ્સ
- શ્રેણી: સરકારની નોકરી (Navratna PSU)
- અધિકૃત વેબસાઈટ: www.bel-india.in
મહત્વપૂર્ણ તારીખો
- જાહેરાત તારીખ: 24 ઓક્ટોબર 2025
- ઓનલાઇન અરજી શરૂ: 24 ઓક્ટોબર 2025, સવારે 11:00 વાગ્યે
- અરજી કરવાની છેલ્લી તારીખ: 14 નવેમ્બર 2025, રાત્રે 11:59 વાગ્યે
- પરીક્ષા તારીખ: જલદી જાહેર થશે
જગ્યાઓ અને લાયકાત
| શાખા | જગ્યાઓ | શૈક્ષણિક લાયકાત |
|---|---|---|
| ઇલેક્ટ્રોનિક્સ | 175 | BE/B.Tech/B.Sc Engg. in Electronics/E&C/E&TC/Comm./Telecom |
| મેકેનિકલ | 109 | BE/B.Tech/B.Sc Engg. in Mechanical |
| કમ્પ્યુટર સાયન્સ | 42 | BE/B.Tech/B.Sc Engg. in CS/CS Engg. |
| ઇલેક્ટ્રિકલ | 14 | BE/B.Tech/B.Sc Engg. in Electrical/Electrical & Electronics |
UR/OBC/EWS ઉમેદવારો માટે ફર્સ્ટ ક્લાસ જરૂરી છે, જ્યારે SC/ST/PwBD માટે પાસ ક્લાસ પણ ચાલે છે. Equivalent અથવા dual સ્પેશિયલાઇઝેશન સ્વીકાર્ય નથી.
ઉંમર મર્યાદા (01.10.2025 મુજબ)
- UR/EWS: મહત્તમ 25 વર્ષ
- OBC (NCL): મહત્તમ 28 વર્ષ
- SC/ST: મહત્તમ 30 વર્ષ
- PwBD: મહત્તમ 35 વર્ષ
- Ex-Servicemen: 5 વર્ષ સુધી છૂટછાટ
ફી અને ચુકવણી
- General/OBC/EWS: ₹1180 (₹1000 + 18% GST)
- SC/ST/PwBD/Ex-Servicemen: ફી નથી
ચુકવણી SBI e-Pay Lite Gateway મારફતે ઓનલાઈન કરવાની રહેશે.
પગાર માળખું
- પે સ્કેલ: ₹40,000 – 3% – ₹1,40,000 (E-II Grade)
- CTC (અંદાજે): ₹13 લાખ પ્રતિ વર્ષ
- ભથ્થાં: DA, HRA, કન્વેયન્સ, મેડિકલ અને અન્ય લાભો
પસંદગી પ્રક્રિયા
- Computer-Based Test (CBT) – 125 પ્રશ્નો (100 ટેકનિકલ + 25 એપ્ટીટ્યુડ)
સમય: 2 કલાક, નેગેટિવ માર્કિંગ: -0.25 - ઈન્ટરવ્યૂ – CBT માં ટોપ ઉમેદવારો (1:5 રેશિયો પ્રમાણે)
CBT 85 માર્ક્સ + ઈન્ટરવ્યૂ 15 માર્ક્સ = કુલ 100 માર્ક્સ - ડોક્યુમેન્ટ ચકાસણી અને મેડિકલ ટેસ્ટ
અરજી કેવી રીતે કરવી
- BEL ની અધિકૃત વેબસાઇટ પર જઈ “Careers” વિભાગ ખોલો.
- માન્ય ઈમેઈલ અને મોબાઈલ નંબર સાથે રજીસ્ટ્રેશન કરો.
- ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફોટો, સહી અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- ફી (જો લાગુ પડે) SBI e-Pay Lite દ્વારા ભરો.
- ફોર્મ સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ આઉટ ભવિષ્ય માટે સાચવી રાખો.
પરીક્ષા કેન્દ્રો
ભારતભરના શહેરોમાં પરીક્ષા યોજાશે જેમ કે અમદાવાદ, બેંગલોર, ચેન્નાઈ, દિલ્હી-એનસીઆર, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ અને પુણે.
BEL સમયાંતરે પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર કરી શકે છે.
મુખ્ય મુદ્દા BEL Probationary Engineer 2025
- 340 જગ્યાઓ વિવિધ એન્જિનિયરિંગ શાખાઓમાં.
- CBT અને ઈન્ટરવ્યૂ દ્વારા પસંદગી.
- ₹13 લાખ સુધીના વાર્ષિક પેકેજ સાથે સરકારી નોકરીનો મોકો.
- અરજી ફોર્મમાં સુધારાની તક નહીં — સમયસર અરજી કરો.
મહત્વ ની કડીઓ
FAQs : BEL Probationary Engineer Recruitment 2025
Q1. અરજીની તારીખ શું છે?
24 ઓક્ટોબર થી 14 નવેમ્બર 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકાય છે.
Q2. અરજી ફી કેટલી છે?
General/OBC/EWS માટે ₹1180 અને SC/ST/PwBD/Ex-Servicemen માટે ફી નથી.
Q3. ઉંમર મર્યાદા કેટલી છે?
UR/EWS માટે 25 વર્ષ, OBC માટે 28 વર્ષ, SC/ST માટે 30 વર્ષ અને PwBD માટે 35 વર્ષ.
Q4. કયા વિષયના ઉમેદવારો અરજી કરી શકે?
Electronics, Mechanical, Computer Science અને Electrical શાખાના ઉમેદવારો.
Q5. પસંદગી પ્રક્રિયા કેવી છે?
CBT અને ઈન્ટરવ્યૂ આધારે મેરિટ મુજબ અંતિમ પસંદગી થશે.