GSSSB Recruitment 2025 :ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યના યુવા નોકરી શોધનાર ઉમેદવારો માટે સારો અવસર લઈને આવ્યું છે. GSSSB Recruitment 2025 અંતર્ગત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ હેઠળ અભિલેખાગાર, ગાંધીનગર કચેરીમાં વર્ગ-3 માટે આર્કાઈવ્ઝ આસિસ્ટન્ટ પદની ભરતી બહાર પાડવામાં આવી છે. કુલ 14 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને રસ ધરાવતા ઉમેદવારો 24 જૂન 2025 સુધી અરજી કરી શકે છે.
ખાલી જગ્યાઓની માહિતી
આ ભરતીમાં કુલ 14 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં બિન અનામત માટે 8, આર્થિક રીતે નબળા વર્ગ માટે 1, અનુ.જન.જાતિ માટે 2 અને સા.શૈ.પ.વર્ગ માટે 3 જગ્યા ફાળવવામાં આવી છે. અનુસૂચિત જાતિ માટે આ ભરતીમાં કોઈ જગ્યા ફાળવેલ નથી.
શૈક્ષણિક લાયકાત
GSSSB Recruitment 2025 માટે અરજી કરતા ઉમેદવાર પાસે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ઇતિહાસ, રાજકીય વિજ્ઞાન અથવા જાહેર ક્ષેત્રમાં અનુસ્નાતક ડિગ્રી (બીજો શ્રેણી) હોવી જોઈએ. પ્રથમ શ્રેણી સાથે બેચલર્સ ડિગ્રી ધરાવતા ઉમેદવાર પણ પાત્ર છે. ઉપરાંત, ઉમેદવારને કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ અને ગુજરાતી અથવા હિન્દી (અથવા બંને) ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.
વય મર્યાદા અને છૂટછાટ
આ ભરતી માટે ઉમેદવારની ઉંમર 18 થી 37 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમો અનુસાર વધુ વય મર્યાદા છૂટછાટનો લાભ મળશે.
પગાર ધોરણ
આર્કાઈવ્ઝ આસિસ્ટન્ટ પદ માટે પસંદ થનારા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે રૂ. 40,800 માસિક ફિક્સ પગાર મળશે. પાંચ વર્ષ પછી નિયમિત નિમણૂક આપવામાં આવશે અને સાતમા પગાર પંચના લેવલ-6 પ્રમાણે રૂ. 35,400 થી રૂ. 1,12,400 સુધીનો પગાર આપવામાં આવશે.
અરજી પ્રક્રિયા
આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે. ઉમેદવારોને OJASની સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર જઈને અરજી ફોર્મ ભરી શકે છે. છેલ્લી તારીખ પહેલા અરજી કરવાની ખાતરી કરો.
જાહેરાત માટે : Notification