Gujarat High Court Recruitment 2025 : ગુજરાત હાઈ કોર્ટ દ્વારા સિવિલ જજ (Civil Judge) માટે 212 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 1 ફેબ્રુઆરી 2025 થી 1 માર્ચ 2025 સુધી ખુલ્લી રહેશે. આ પદ માટે લાયક ઉમેદવારો Gujarat High Court ની સત્તાવાર વેબસાઈટ દ્વારા hc-ojas.gujarat.gov.in પરથી અરજી કરી શકે છે.
આ સિવિલ જજ પદ માટે પસંદગીની પ્રક્રિયામાં ત્રણ તબક્કાઓ હશે – પ્રિલિમિનરી (Elimination) પરીક્ષા, મુખ્ય લેખિત પરીક્ષા, અને મૌખિક ઇન્ટરવ્યૂ (Viva-Voce Test). પ્રિલિમિનરી પરીક્ષા 23 માર્ચ 2025, મુખ્ય લેખિત પરીક્ષા 15 જૂન 2025, અને વિવા-વોઈસ ઓગસ્ટ/સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાશે.
Gujarat High Court Recruitment 2025 Overview
આ ભરતીમાં કુલ 212 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. વર્ગવાર જગ્યાઓ નીચે મુજબ છે:
- જનરલ: 87
- SC: 15
- ST: 32
- SEBC: 57
- EWS: 21
- મહિલાઓ માટે અનામત: 70+
- PwBD (Benchmark Disabilities) માટે અનામત: 08
પગારધોરણ ₹77,840/- થી ₹1,36,520/- સાથે અન્ય ભથ્થાઓ રહેશે.
Gujarat High Court Recruitment 2025 Eligibility Criteria
શૈક્ષણિક લાયકાત:
- કાયદાની ડિગ્રી (LLB) ધરાવવી જરૂરી છે.
- ગુજરાતી ભાષાનો પરિચય હોવો જરૂરી છે. (જે ઉમેદવારો SSC/HSCમાં ગુજરાતી વિષય સાથે પાસ નથી, તેમને ગુજરાતી ભાષાની કસોટી પાસ કરવી પડશે).
- ઉમેદવારને પ્રેક્ટિસિંગ એડવોકેટ તરીકે નોંધાયેલા હોવું જરૂરી છે.
- 2009-10 પછી કાયદાની ડિગ્રી પ્રાપ્ત કરનારા ઉમેદવારો માટે AIBE (All India Bar Examination) પાસ કરવું જરૂરી છે.
ઉંમર મર્યાદા (1 માર્ચ 2025ના આધારે):
- જનરલ કેટેગરી: મહત્તમ 35 વર્ષ
- SC/ST/SEBC/EWS/PwBD: મહત્તમ 38 વર્ષ
- કોર્ટ અને એલાઈડ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ માટે: મહત્તમ 40 વર્ષ
Gujarat High Court Recruitment 2025 Application Fee
- જનરલ કેટેગરી: ₹2000/- + બેંક ચાર્જ
- SC/ST/SEBC/EWS/PwBD: ₹1000/- + બેંક ચાર્જ
- ફી SBI e-Pay દ્વારા online ભરવાની રહેશે.
Gujarat High Court Recruitment 2025 Selection Process
- પ્રિલિમિનરી (Elimination) પરીક્ષા – 23 માર્ચ 2025
- કુલ ગુણ: 100
- સમયગાળો: 2 કલાક
- MCQ પ્રકારના 100 પ્રશ્નો (Negative Marking: 0.33)
- વિષય: IPC, CrPC, Evidence Act, Gujarat Prohibition Act, POCSO Act, IT Act, Civil Procedure Code, Contract Act, Constitution of India, Court Fees Act વગેરે.
- ગુજારાતી ભાષાની કસોટી (50 ગુણ) પણ લેવામાં આવશે.
- મુખ્ય લેખિત પરીક્ષા (Descriptive Type) – 15 જૂન 2025
- પેપર-1 (Criminal Law) – 100 ગુણ (3 કલાક)
- પેપર-2 (Civil Law) – 100 ગુણ (3 કલાક)
- પ્રતિ પ્રશ્નના ઉત્તર ગુજરાતી અથવા અંગ્રેજીમાં આપી શકાશે.
- મિનિમમ 50% (SC/ST/SEBC/EWS માટે 45%) ગુણ લાવવા જરૂરી.
- મૌખિક ઇન્ટરવ્યૂ (Viva-Voce Test) – ઓગસ્ટ/સપ્ટેમ્બર 2025
- 50 ગુણનો ઇન્ટરવ્યૂ
- મિનિમમ 40% ગુણ લાવવું જરૂરી.
- સુઝબૂઝ, કાયદાની જાણકારી, વર્તન, સંવાદશક્તિ અને નૈતિક મૂલ્યોનું મૂલ્યાંકન કરવામાં આવશે.
Gujarat High Court Recruitment 2025 How to Apply
- સૌપ્રથમ ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે એકવાર જાહેરાત શાંતિથી વાંચી લે અને ત્યારબાદ જ અરજી કરે.
- ત્યારબાદ સત્તાવાર વેબસાઈટ પર વિઝીટ કરો
- તેમાં એપ્લાય બટન પર ક્લિક કરો
- ત્યારબાદ જરૂર ડિટેલ ભરો
- જલ્દી પુરાવા અપલોડ કરો
- જરૂરી ફીની ચૂકવણી કરો
- અરજી સબમીટ કરો
- સબમીટ કરેલી અરજીને પીડીએફ સ્વરૂપે સાચવી લો જેથી તમારા ભવિષ્યમાં ઉપયોગમાં લઈ શકાય